Posts Tagged ‘rupayatan bal bhavan’

આવી રહ્યો છે એક નવો બ્લોગઃ રૂપાયતન બાલ ભવન

હા, અમારો એક નવો બ્લોગ http://rupayatanbalbhavan.wordpress.com શરૂ થવા જઇ રહ્યો છે જેનું કેન્દ્ર બિદુ રહેશે બાલ ભવન. રૂપાયતન છેલ્લા કેટલાક વર્ષોથી બાલભવન પણ ચલાવી રહ્યુ છે. આ બાલ ભવન નેશનલ બાલભવન દિલ્લી સાથે સંકળાયેલ છે. હમણાં થોડા સમય પહેલા રૂપાયતન બાલ ભવનને નેશનલ વેલ્યુઝ એવોર્ડ મળ્યો હતો. આ બ્લોગમાં રૂપાયતન બાલ ભવન દ્વારા થતી વિવિધ પ્રવૃતીઓ વિષે લખવામા આવશે. તથા વિશેષતો આ બ્લોગ તરફ બાળકો પણ આકર્ષાય તેવો પ્રયત્ન રહેશે….

રૂપાયતન બાલ ભવનને નેશ નલ વેલ્યુઝ એવોર્ડ 2010

તાજેતરમાં રૂપાયતન બાલ ભવનને નેશનલ બાલ ભવન, દિલ્હી દ્વારા નેશનલ વેલ્યુઝ એવોર્ડ 2010 આપવામાં આવ્યો છે.
રૂપાયતન બાલ ભવનની વિવિધ પ્રવૃતિઓને ધ્યાનમાં લઈને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. રૂપાયતન બાલ ભવન બાળકોને પ્રોત્સાહિત કરતુ રહે છે. રૂપાયતન બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરતુ રહે છે. આ ઉપરાંત રૂપાયતન દ્વારા અંધ બાળકો માટેનું બ્રેઈન લીપી વાળું બાળ મેગેઝીન કલરવ નું સંપાદન કરે છે. જેમાં બાળ ગીતો, બાળ કાવ્યો, બાળ વાર્તાઓ નો સમાવેશ કરવામાં આવે છે. રૂપાયતનમાં વિડીઓ થીયેટર પણ છે, જેમાં વિવિધ પ્રકારના બાળ ફિલ્મો પણ બતાવવામાં આવે છે.
આ એવોર્ડ રૂપાયતન બાલ ભવનના નિયામક હેમંતભાઈ નાણાવટી એ સ્વીકાર્યો હતો.