Posts Tagged ‘Flag Hoisting’

વાદળોથી વાતુ કરશે આપણો ત્રિરંગો

 

હા, સાચેજ આગામી ૧૫મી તારીખે આપણો ત્રિરંગો વાદળોથી વાતુ કરશે. આગામી ૧૫મી ઓગસ્ટનાં દિવસે, ગયા વર્ષની જેમ અમે લોકો આપણો રાસ્ટ્રીય ધ્વજ લઇને ગિરનારની અલગ અલગ ટેકરીઓ પર જઇશુ. અને ત્યાં ત્રિરંગાને ફરકાવીશુ. ગયા વર્ષે પણ અમે (રૂપાયતન અને જીવન જ્યોત કેન્દ્ર) ગિરનારની વિવિધ પર્વતમાળાઓ પર રાષ્ટ્ર ધ્વજને ફરકાવ્યો હતો. અમે લોકો દશેક વ્યક્તિઓ છીએ. જેમાનાં કેટલાક ગિરનાર, લક્ષ્મણટેકરી, છીપરીયો, જોગણીયો વગેરે જેવી પર્વતમાળાઓ પર ત્રિરંતો ફરકાવીશુ. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત – ગિરનાર છે. આથી, સમગ્ર ગુજરાતમાં આ ત્રિરંગો સૌથી ઉંચો હશે ! વાદળોથી વાતુ કરશે ત્રિરંગો….

આપ પણ જોડાઇ શકો છો. આપનુ હાર્દીક સ્વાગત છે રૂપાયતનમાં…